Thursday, May 13, 2010

बारमेर today

રણમાંથી ઘૂસણખોરી રોકવા માટે તારની વાડની ઊંચાઈ વધારાશે
Madan Barupal, BadmerThursday,
સરહદ પરથી થતી ઘૂસણખોરી રોકવા માટે પિશ્ચમી સરહદ પર ફિટ કરવામાં આવેલી તારની વાડની ઊંચાઇ વધારવામાં આવશે. આ માટે બીએસએફએ એક વ્યાપક યોજના બનાવી છે. જોરદાર પવન ફૂંકાવાના કારણે ઘણી વખત તારની વાડ રેતીમાં દબાઇ જાય છે અથવા તો તેના નીચેની રેતી ખસી જાય છે. આવી તમામ જગ્યાઓ શોધી કાઢીને તારની વાડની ઊંચાઇ વધારવામાં આવશે.

જિલ્લાના મુનાબાવ, રોહિડી અને તેની નજીકના વિસ્તારોમાં કેટલીય જગ્યાઓએ તારની વાડ નીચેની રેતી પવનમાં ઉડી ગઇ છે. આંધીના કારણે આ વિસ્તારોમાં રેતીના ટેકરા પોતાની જગ્યા બદલતા રહે છે. ખાસ કરીને રોહિડીની નજીકના વિસ્તારોમાં તો દરરોજ રેતીના ટેકરાની જગ્યા બદલાઇ જાય છે. અહીં ઝાડ ન હોવાના કારણે રેતી ઘણી ઝડપથી ઉડતી રહે છે. આ કારણે ઘણી વખત રસ્તો બંધ થઇ જવાના કારણે પણ બીએસએફને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

પાકિસ્તાન સાથે જોડાયેલી ૨૩૩ કિમી લાંબી સરહદની સુરક્ષાની જવાબદારી બાડમેર સેકટરના બીએસએફની છે. જવાનોને થર્મલ ઇમેજર જેવા અત્યાધુનિક સાધનો આપવામાં આવ્યાં છે. આમ છતાં પણ ભીષણ ગરમી અને વંટોળના સમયે ચોકી કરવાનું મુશ્કેલ થઇ જાય છે. રેતીના વંટોળમાં થોડા દૂર સુધીનું પણ દેખાતું નથી. આવા સમયે ઘૂસણખોરી તથા અન્ય સંદિગ્ધ ગતિવિધિઓની આશંકાના કારણે બીએસએફના જવાનોએ ખાસ સતર્ક રહેવું પડે છે.

યુદ્ધના ધોરણે કામકાજ ચાલુ :

ગુજરાત ફ્રંટિયર વિસ્તારમાં ૩૪૦ કિમીના વિસ્તારમાં તારની વાડ લગાડવાની છે. આ કામ એનબીસીસી અને કેન્દ્રીય લોક નિર્માણ વિભાગ કરાવી રહ્યું છે. અત્યાર સુધીમાં ૧૭૯ કિમી વિસ્તારમાં તારની વાડ લગાવી દેવાઇ છે.

બીએસએફ ગુજરાત ફ્રંટિયરના આઈજી ગોપાલ સિંહ શેખાવતે જણાવ્યું કે, આ કામને ટૂંક સમયમાં જ આગળ વધારાશે.

No comments:

Post a Comment